વાંકાનેર તાલુકાના લાકડધાર-ઢુવા-માટેલ રોડ પર આવેલ સેન્ટોસા કારખાનાના લેબર ક્વાર્ટરમાં એકાદ માસ પૂર્વે ઓરિસ્સાની વતની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય, જે બનાવમાં મૃતક મહિલાની માતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં મહિલાના પતિ વિરુદ્ધ દીકરીને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સેન્ટોસા કારખાનાની લેબર કોલોનીમાં એકાદ માસ પૂર્વે ઓરિસ્સાની વતની રૂપાલીબેન ક્રિષ્ના અનંત બાસ્કે (ઉ.વ. 20) નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવમાં મૃતક રૂપાલીબેનના માતા તીલ્લોતમા સુંદર મુર્મુ (રહે. ઓરિસ્સા)એ વાંકાનેર તાલુકા પોલીસમાં તેની દીકરીના પતિ આરોપી ક્રિષ્ના અનંત બાસ્કે (રહે. ગોપાલપુર, પોસ્ટ-હાતબદ્રા જી. મયુરભંજ, ઓરીસ્સા) સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ઘરકામની નાની નાની બાબતોમાં મેણા-ટોણા મારી ફરીયાદીની દિકરીને દુ:ખ ત્રાસ આપી મરવા માટે મજબુર કરી હોય જેથી આ બનાવમાં પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 306 અને 498(એ) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf