વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા પાંચેક માસથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મોરબી પોલીસની એન્ટી હ્યુમન ટ્રેફિકીંગ યુનિટે ચોટીલાના આનંદપુર રોડ, શીવધારા સોસાયટી ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય, જેથી AHTU ટીમના નંદલાલભાઇ વરમોરા તથા ભરતસિંહ ડાભીને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૪૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬ વિ.મુજબના ગુનામાં ફરાર આરોપી સરદાર ગુલા ભુરિયા ફરીયાદીની સગીર વયની દિકરીને જેતપરડા ગામેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય, જે આરોપીને ચોટીલા આનંદપુર રોડ, શીવધારા સોસાયટી ખાતેથી ઝડપી પાડી આરોપીને વાંકાનેર સીટી પોલીસ હવાલે કર્યો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf