વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના સ્વર્ગસ્થ મહારાણા દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેરના નાગરિકો, સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના સ્વર્ગસ્થ મહારાણા દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં છેલ્લા બે વર્ષથી મહા વૃક્ષારોપણ કરવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં 81,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હોય, જે અભિયાનને આગળ વધારતા આજરોજ વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યસભાના સાંસદ અને મહારાણા કેસરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર તાલુકા ભરમાંથી સરપંચો, સામાજિક તથા રાજકીય આગેવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી આ અભિયાનને આગળ વધારી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા પ્રતિજ્ઞા લીધી હતી….
આ તકે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ રતીલાલ અણીયારીયા, પર્યાવરણ પ્રેમી ભુપતભાઇ છૈયા, રસીકભાઈ વોરા, જીજ્ઞાસાબેન મેર, અસરફભાઈ બાદી, ક્રિપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm