વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ પરથી એક એક્સેસ મોટર સાયકલમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે નીકળેલા બે શખ્સો રંગેહાથ ઝડપી લીધા હતા, જેથી આ બનાવમાં પોલીસે એક બુટલેગરને ફરાર દર્શાવી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન રોડ ઉપર મિલપ્લોટ સહકારી મંડળી પાસેથી એક્સેસ મોટર સાયકલ પર શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી નિલેશ ઉર્ફે લચકો પીતાંબરભાઈ સોલંકી અને નરેન્દ્ર રમેશભાઈ મકવાણાને રોકી તલાશી લેતા તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે બંને શખ્સોની વિદેશી દારૂ, મોબાઇલ અને બાઇક સહિત કુલ રૂ. 15,375 ના મુદ્દામાલ સાથે અટકયત કરી હતી…
આ બનાવમાં આરોપીઓની પૂછપરછમાં દારૂની આ બોટલ મિલપ્લોટમાં રહેતા ઇમરાન અબ્દુલભાઇ જેડા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે ઇમરાનને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm