વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલએ પંચવિધ સેવાકીય કાર્યક્રમો સાથે 51મો જન્મદિવસ ઉજવ્યો….

0

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા પોતાના 51 માં જન્મદિવસની પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે તેમના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ, ગાયત્રી મંદિર દ્વારા ચાલતી શાળામાં અભ્યાસ કરતા 200થી વધુ બાળકોને ગિફ્ટ, વાંકાનેર પાંજરાપોળને રૂ. 7,51,000નું દાન અને વાંકાનેર શહેરના બે સ્મશાનને ઈલેક્ટ્રીક ભઠ્ઠી માટે માતબર રકમનું દાન આપવામાં આવ્યું હતું…

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞેશભાઈ પટેલ વાંકાનેર વિસ્તારમાં અનેકવિધ સેવાકાર્યો સાથે જોડાયેલ હોય સાથે પોતાના દાનવીર સ્વભાવથી વાંકાનેરમાં અગ્રણી દાતા તરીકે ઉભરી આવ્યા છે. હાલ તેઓ વાકા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ , વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમાં ટ્રસ્ટી, પાંજરાપોળનાં સેક્રેટરી, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, ઉમિયાધામ સીદસરનાં ટ્રસ્ટી જેવા અનેક પદ શોભાવી રહ્યા છે.

આજે તેમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા પંચવિધ કાર્યક્રમોમાં વાંકાનેર વિસ્તારના સંતો-મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, વેપારીઓ તથા પ્રજાજનો ઉપસ્થિત રહી પ્રજ્ઞેશભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm