વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ઝડપી લેવામાં આવેલ રૂ. 69.85 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર આજે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા અને વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાં ઓક્ટોબર ૨૦૨૨ થી જુન ૨૦૨૩ સુધીમાં અલગ અલગ ગુનામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હોય, જે જથ્થાનો નાશ કરવાની કોર્ટ તરફથી મંજુરી મળતા આજે વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર ગારીડા ગામ અને રંગપર ગામ વચ્ચેના જુના પડતર ડામર રોડ પર વિદેશી દારૂની બોટલો પાથરી તેનો નાશ કરવામાં આવ્યો હતો…

જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના કુલ 17 ગુનામાં ઝડપાયેલ 25,527 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂ. 66,57,481 અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના દસ ગુનામાં ઝડપાયેલ 950 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂ. 3,28,195 સહિત કુલ 26,479 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂ. 69,85,675 નો વાંકાનેર પ્રાંત અધિકારી એ. એચ. શિરેસીયા, નાયબ પોલીસ અધિક્ષક પી. એ. ઝાલા, સબ ઇન્સ્પેકટર, નશાબાંધી અને આબકારી ખાતું રાજકોટ એસ. આર. મોરી, સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી. પી. ગોલ, વાંકાનેર સીટી પીઆઈ પી. ડી. સોલંકી, વાંકાનેર તાલુકા પીએસઆઈ બી. પી. સોનારા સહિતના અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી નાશ કરાયો હતો….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!