મોરબી જિલ્લા ભાજપમાં જૂથવાદ ફરી ચરમ સીમાએ…: સાંસદ કુંડારીયાએ કહેવત પરથી ‘ અમુક સ્વાન(કુતરા) ‘ શબ્દથી આકરાં ‘ ઘા ‘ કરતાં રાજકીય ગતિવિધિ તેજ…
વાંકાનેર શહેર ખાતે રવિવારના રોજ રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ અને વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના ભવ્ય સ્વાગત સાથે અભિવાદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો અને ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ બધા રાજકીય આગેવાનોની હાજરી વચ્ચે વાંકાનેરના સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની આ કાર્યક્રમમાં ગેર હાજરી તમામની આંખે ઉડીને વળગે તેવી દેખાઇ હતી, જેના કારણે મોરબી જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે…
વાંકાનેર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ પ્રથમ હરોળના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હોય જે બધા વચ્ચે સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ સોમાણી અને તેમના જુથના બધા આગેવાનો કાર્યક્રમથી દુર રહેતા આ મુદ્દો મોરબી જિલ્લામાં ‘ ટોપ ઓફ ધ ટાઉન ‘ બની ગયો છે, જેમાં પણ સાંસદ કુંડારીયાની તીખી પ્રતિક્રિયા પણ નાગરિકોમાં હાલ ખુબ ચર્ચાઈ રહી છે….
આ સાથે જ વાંકાનેરના સ્ટેચ્યુ ચોક ખાતે યોજાયેલ જાહેર સભામાં સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સ્ટેજ પરથી એક કહેવતના માધ્યમથી ‘ અમુક સ્વાન(કુતરા) ‘ શબ્દ પરથી કોઈ આગેવાનોના નામ લીધા વગર તીખી પ્રતિક્રિયા આપતા મોરબી જિલ્લાનું રાજકારણ ફરી ગરમાયું છે. જેમાં તેમણે નનામી રાજકીય આગેવાન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે….
https://fb.watch/lPW6ro82Zz/?mibextid=Nif5oz
(વિડિયો જોવા ઉપરની લિંક પર ક્લિક કરો…)
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1