મૃતકના ભાઈએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદી નોંધાવી, મૃતકની પત્ની પર શંકા વ્યક્ત કરાઇ…
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં આવેલ વાડીમાં રહીને મજૂરી કામ કરતા યુવાનની ગત રાત્રિના બે વાગ્યાની આસપાસ હત્યા કરવામાં આવી હોય જે બનાવમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા મૃતકની પત્ની પર શંકા વ્યક્ત કરી અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કરી અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે ગઇકાલે થયેલ યુવાનની હત્યાના બનાવમાં મૃતકનાં ભાઈ સુકુભાઈ ડુંગરસીંહ બામનીયા (રહે. મુળ એમપી, હાલ અરણીટીંબા ગામની સીમમાં આવેલ વાડીમાં, વાંકાનેર)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં આવેલ મકબુલભાઈ કડીવારની વાડીએ રહી ફરિયાદીનો ભાઈ સુપરસીંગ અને તેની પત્ની ખેત મજૂરી કરતા હોય જેમાં નાનો ભાઈ રવિત ડુંગરસિંહ બામણીયા(ઉ.વ. ૨૨) અને તેની પત્ની કરમબાઈ સાથે ત્યાં આવેલ હોય,
અને ગતરાત્રીના રવિત તેની પત્ની કરમબાઈ વાડીએ ઓરડીમાં સૂતા હતા અને સુરપસિંહ અને તેની પત્ની ભૂરબાઈ સહિતના બહાર સૂતા હતા ત્યારે રૂમમાં આવીને કોઈ બે અજાણ્યા શખ્સોએ રવિતની કોઈપણ હથિયાર માથામાં મારીને હત્યા કરી નાખી હોય, તેવું મૃતકની પત્ની કહી રહી છે….
પરંતુ બનાવ સમયે મૃતકની પત્ની સ્થળ પર હાજર હોય છતાં અજાણ્યા શખ્સો ફરિયાદીના ભાઈની હત્યા કરી ફરાર થઈ જાય તે વાત શંકા ઉપજાવે તેવી હોવાથી બાબતે ફરિયાદીએ મૃતકની પત્ની સામે પણ શંકા વ્યક્ત કરી છે, જેથી બાબતે હાલ વાંકાનેર તાલુકા પોલીસે બે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી મૃતકની પત્ની કરમબાઈ સામે શંકા સાથે બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1