મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક થયેલ તમામ હોદ્દેદારોને ધારાસભ્ય કાર્યાલય ખાતે સન્માનિત કરાયા…

વાંકાનેર શહેરના ધારાસભ્ય કાર્યાલય ખાતે ગુરૂપૂર્ણિમાના દિવસે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદેદારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલની મોરબી જિલ્લા ભાજપ મંત્રી તરીકે નિમણૂક થતાં તેમનું વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા ફુલ-હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું….

આ સાથે જ આ તકે મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક પામેલ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી‌ તથા હિરેનભાઇ પારેખ, જિલ્લા ભાજપ મંત્રીશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ તથા સંગીતાબેન રમેશભાઈ વોરા તથા આનંદભાઈ સેતા, જિલ્લા ભાજપ કોષાઅધ્યક્ષ પ્રભુભાઈ વિંજવાડીયા સહિતના હોદ્દેદારોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!