
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ વરમોરા સિરામીક કારખાનામાં કામ કરતાં એક શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં કામ કરતા ચોટીલા તાલુકાના પલાસળા ગામના વતની ખુશાલ ચનાભાઈ છાગઠિયા (ઉ.વ. 22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને પ્રથમ મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી બનાવની તપાસ શરૂ કરી છે….


વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1
