વાંકાનેર લોહાણા મહાજન વાડી ખાતે વાંકાનેર શહેર ભાજપ સુપ્રીમો જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર લોહાણા સમાજના આગેવાનો, વડીલો, યુવાનો સહિત બહોળી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.
આ રસીકરણ કેમ્પની શરૂઆત જીતુભાઈ સોમાણીએ કોરોના રસી મુકાવી કરી હતી અને સમાજના લોકોને પણ પોતાની કોરોના વાયરસસથી સુરક્ષા માટે રસી લેવા આહવાન કર્યું હતું…
વાંકાનેર રીટેલ કરીયાણા એસોસિયેશનના મંત્રી લલીતભાઈ ભીંડોરા, યુવા સંગઠનના પ્રમુખ ધર્મેન્દ્ર ભીંડોરા, લોહાણા મહાજન સંગઠનના ઉપપ્રમુખ રમેશભાઈ પેંડાવાલા સહિત લોહાણા સમાજના 55 જેટલા લોકોએ આ રસીકરણ કેમ્પનો લાભ લીધો હતો….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL