વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અગ્રણી દિગ્વિજયસિંહ, અશોક ગેહલોત (રાજસ્થાન-મુખ્યમંત્રી), ઓમ બિરલા(લોકસભા-સ્પિકર), વેંકૈયા નાયડુ(ઉપરાષ્ટ્રપતિ), જ્યોતિરાદિત્ય સિંધિયા(ભાજપ અગ્રણી), શિવરાજસિંહ ચૌહાણ(મધ્યપ્રદેશ-મુખ્યમંત્રી), વિજયભાઇ રૂપાણી (મુુુખ્યમંત્રી-ગુુજરાત) સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ : બપોરે બે વાગ્યે વાજતેગાજતે વાંકાનેર શહેરમાંથી પાલખીયાત્રા (અંતિમયાત્રા) નિકળી….
પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજપરિવારના મહારાણા રાજસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી ઝાલાનુ ગઇકાલે તારીખ 03/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયું હતું. જેમની અંતિમ યાત્રા આજે બપોરે 2=00 વાગ્ય વાંકાનેર શહેરના રોજ માર્ગે વાજતેગાજતે નિકળી હતી અને સન્માન સભેર તમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો…
આ સાથે જ તેમનો ભારતના રાજકારણમાં પણ અવિસ્મરણીય ફાળો રહ્યો છે. જેથી તેમના અવસાનથી ભારતના અનેક દિગ્ગજોએ તેમને ટ્વિટર પર શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર મહારાણા દિગ્વિજયસિંહ ઝાલા બે વખત ધારાસભ્ય (1962-67, 1967-72) તરીકે, બે વખત સાસંદ સભ્ય(1980-84, 1984-89) તરીકે અને સેવા આપી ચુક્યા છે. તેઓ ભારત દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી રહી ચુક્યા છે. તેમનો પર્યાવરણ પ્રેમ જગજાહેર હોય અને તેઓ પ્રજાપ્રેેમી પણ હોય જેથી વાંકાનેરની જનતામાં બહોળી લોકચાહના મેળવી હતી જેમનાં અવસાનથી વાંકાનેરની જનતામાં શોકની લાગણી પ્રસરી ગઇ છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA