
ચક્રવાત ન્યુઝના ફેસબુક લાઇવ કવરેજ બાદ તંત્ર દોડતું થયું, અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ…

છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં ચર્ચાના ચકડોળે ચેડેલ શૈક્ષણિક શાખામાં લાખોની કિંમતના કૌભાંડ બાબતે લાંબા સમયથી ચાલતી તપાસ બાદ ચક્રવાત ન્યુઝ દ્વારા આ બાબતે લાઇવ કવરેજ કરી અને ધીમી ગતિએ ચાલતી તપાસ અને પોલીસ ફરિયાદ નોંધાવા બાબતે તંત્રની ઢીલી નીતિ સામે વેધક સવાલોનો મારો ચલાવ્યા બાદ જવાબદાર અધિકારીઓ પોલીસ ફરિયાદ નોંધાવા માટે દોડતા થયા હતા, જેમાં આજે ત્રણ શિક્ષકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ત્રણ ભેજાભાજ શિક્ષકો દ્વારા એનકેન પ્રકારે વિવિધ યોજનાઓના નાણાંમા ગેરરીતિ કરી કૌભાંડ કરવા બાબતે મોરબી જિલ્લા પંચાયતની ખાસ તપાસનીશ ટીમની તપાસમાં વર્ષ 2017થી 2020 સુધીમાં રૂપિયા 53,15, 451 નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થતાં બાબતે આ મામલે પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણકુમાર વિરજીભાઈ અંબારિયા દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે…


જેમાં ફરિયાદી પ્રવિણકુમાર વિરજીભાઈ અંબારિયાએ સોલંકીનગર પ્રાથમિક શાળા-ઝિંઝુડા ખાતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી ૧). અરવિંદભાઇ નાનાભાઇ પરમાર (રહે.હાલ નેસ્ટ હીલ, રવાપર-ઘુનડા રોડ,મોરબી મુળ રહે.મરડીયા પો.સ્ટ.સાંઢેલી તા.ઠાસરા જી.ખેડા), વાંકાનેરની પલાસ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક ૨). હિમાંશુભાઇ નારણભાઇ પટેલ (રહે.હાલ ભાટીયા સોસાયટી, ચંદ્રપુર, મુળ રહે.વદ્રાડગામ તા.પ્રાંતીજ જી.સાબરકાંઠા) અને વાંકીયાના સીઆરસી કો ઓર્ડીનેટર અબ્દુલભાઇ અબ્રાહમભાઇ શેરીસીયા (રહે.જોધપર તા.વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આ ત્રણેય શિક્ષકો દ્વારા વાંકાનેર તાલુકા પંચાયત શિક્ષણ ખાતામા અલગ અલગ વિભાગમા સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા, તે દરમ્યાન વર્ષ-૨૦૧૭-૧૮,૨૦૧૮-૧૯,૨૦૧૯-૨૦મા આરોપીઓએ એકબીજા સાથે મેલમિલાપીપણુ કરી પુર્વ યોજીત ગુનાહિત કાવતરૂ રચી પોતાના આર્થીક ફાયદા સારૂ સરકાર તરફથી મળતા કર્મચારીઓના પગાર બીલોની રકમ, આર.ટી.ઇ.સ્કુલ ફી રીમ્બર્સમેન્ટની રકમ,

શિષ્યવૃતીની બચત ગ્રાન્ટ,સિલેકશન ગ્રાન્ટ,પ્રવાસી શિક્ષક ગ્રાન્ટ,ચિત્ર વ્યાયામ બચત ગ્રાન્ટ, શાળા સ્વચ્છતા ગ્રાન્ટ અને વિદ્યા લક્ષ્મી બોન્ડ ગ્રાન્ટના બીલોમા મુળ સરકારી બીલો ઉપરથી તેના જેવા ખોટા બનાવટી બિલો જાણી બુઝી બનાવી આ બીલો નિયમોનુસાર જેતે અધિકારીના સહી સિક્કા મેળવી બિલો મંજુર કરાવી સરકારી બીલોની મુળ રકમ કરતા વધારે રકમ વાળા બનાવટી બીલો ઉભા કરી તેમજ અમુક રકમ બીજા અન્ય બિલોમા રીપીટ કરી તે રીતે કુલ રૂ.53,15,451 ના સરકારી નાણાની ઉચાપત કરી પોતાના અંગત ઉપયોગમા વપરાશમા લઇ તેમજ પોતાના તેમજ તેના સગા-સબંધીના મિત્ર વર્તુળના ખાતામા જમા કરાવ્યા હોવાનું સામે આવ્યું છે, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇપીસી કલમ. ૪૦૯, ૪૬૫, ૪૬૬,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC