કોરોનાની બીજી લહેર પુર્વે મોરબી જિલ્લામાં 20,000 જેટલી કોરોના રેપિડ ટેસ્ટ કીટની ફાળવણી કરવામાં આવી હતી, જેનો આજે કોઈ અતોપતો નથી : હાલ જીલ્લામાં માત્ર કોરોના લેબ ટેસ્ટીંગ રિપોર્ટ પર આધાર રાખવામાં આવી રહ્યો છે, ભ્રષ્ટાચારની આશંકા સાથે બાબતે ઉંડી તપાસની માંગ…
મોરબી જીલ્લામાં દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઝડપથી વધારો થઇ રહ્યો છે. જે જોતા આગામી દિવસોમાં પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પુર્વે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે. આવી પરિસ્થિતિમાં મોરબી જિલ્લામાં કોરોના ટેસ્ટ માટે ઉપયોગી એવી રેપિડ ટેસ્ટ કીટની તિવ્ર અછત ઊભી થઈ છે. જેમાં મોરબીના વાંકાનેર તાલુકામાં હાલ એક પણ કોરોના રેપિડ ટેસ્ટ કીટ હાજર નથી અને સમગ્ર જિલ્લામાં પણ તેની તિવ્ર અછત છે…
બાબતે આરોગ્ય વિભાગના વિશ્વાસપાત્ર ખાનગી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર પુર્વે આશરે 20,000 કરતાં વધુ રેપિડ ટેસ્ટ કીટની ફાળવણી કરવામાં આવી હતી જેમાં હાલ એકપણ કીટ રહી નથી અને આ 20,000 જેટલી રેપિડ ટેસ્ટ કીટનો પણ કોઈ અતોપતો કે હિસાબ મળતો નથી જે જોતાં આ બાબતે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું ફલિત થાય છે…
બાબત જો ઉંડી તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થાય તેમ છે. જેથી આ બાબતે તાત્કાલિક જવાબદાર તંત્ર ઉંડી તપાસ કરે અને મોરબી જિલ્લામાં સરકાર તાત્કાલિક અસરથી કોરોના રેપિડ ટેસ્ટ કીટની ફાળવણી કરે તેવી મોરબી જિલ્લાના નાગરિકોમાં માંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA