વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પેટી પલંગમાં છુપાવવામાં આવેલ 33 બોટલ વિદેશી દારૂની મળી આવતાં પોલીસે એક શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે આવેલ આરોપી મહેશ રમેશભાઈ વાઘેલાના રહેણાંકમા દરોડો પાડી તલાશી લેતા પેટી પલંગમાંથી 33 બોટલ મેકડોવેલ નંબર વન બ્રાન્ડનો વિદેશી દારૂ (કિંમત રૂ.12,375) મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી મહેશની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC