વાંકાનેર તાલુકામાં મોટો વિડી વિસ્તાર ધરાવતા એવા જાલસીકા ગામે બે થી ત્રણ દિપડાનું આગમન થયું છે જેમાં ગતરાત્રીના ગામની સીમમાં એક બળદનું મારણ કરી દિપડાઓએ મિજબાની માણી હતી. શિકારની આજુબાજુમાં હાલ બે થી ત્રણ દિપડાઓના પગના નિશાન મળી આવ્યા છે. જેથી આ વિસ્તારના ખેડૂતો-નાગરીકો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે ગતરાત્રીના બેથી ત્રણ દિપડાએ ગામની સીમમાં એક બળદનું મારણ કરી મિજબાની માણી હતી, બાબતની જાણ ગામના નાગરિકો અને સરપંચ હરભમભાઈને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાબતની જાણ ફોરેસ્ટ વિભાગને કરી હતી. હાલ સ્થળ પરથી ગામલોકોને બે થી ત્રણ દિપડાના પગના નિશાન મળી આવ્યા છે…

બાબતે ગામમાં દિપડાનું આગમન થતા ગામલોકો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે અને ખેડૂતો પોતાના ખેતરે જતા પણ ડરી રહ્યા છે જેથી આ બાબતે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ સતર્ક બની અને દિપડાઓને પાંજરે પુરી ગામના નાગરિકોને ભયનાં ઓછાયા માંથી મુક્ત કરે તેવી ગામલોકોમાં માંગ ઉઠી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!