મોરબી-વાંકાનેર હાઇવે પર રોજબરોજ અકસ્માતના બનાવો સામે આવતાં હોય છે, જેમાં આજે બપોરે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાંકાનેર શહેર નજીક આવેલ વઘસિયા ટોલનાકા પાસે આજે બપોરે રોંગ સાઈડમાં પુર ઝડપે આવતાં એક કન્ટેનર ચાલકે ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે આજે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટોલનાકાના નજીક હોક ગ્રેનીટો નામના કારખાના સામે રોંગ સાઈડમાં આવતા એક ટ્રક કન્ટેનર નં. GJ 12 BZ 5746 ના ચાલકે પોતાનું વાહન બેદરકારીથી પુર ઝડપે ચલાવી ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બાઇક નં. GJ 36 AD 2953 ને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો….

આ ગંભીર અકસ્માતના બનાવમાં ડબલ સવારી બાઇક સવાર ડાયાભાઈ જીવાભાઈ જીંજવાડીયા/કોળી (ઉ.વ. 32, રહે. જીકીયારી ગામ, તા. મોરબી) અને સુખદેવભાઉ નરશીભાઈ અડગામા/કોળી (ઉ.વ. 20, રહે. હાલ સ્કુલ પાસે, મહેન્દ્રનગર, તા. મોરબી, મુળ રહે‌ લાકીડીયા, તા. ભચાઉ) નામના બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં. જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક બંને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!