વર્તમાન કોરોનાની મહામારીના સમયમાં વાંકાનેર શહેરના નાગરિકો જાણે ગંભીર બિમારીઓના અજગરી ભરડામાં આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરભરની હોસ્પિટલો દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. બાબતે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરતું દેખાય રહ્યું છે જેમાં વાંકાનેર શહેરને છેલ્લા દસ દિવસથી અપાતું પીવાનું પાણી અંત્યત ડહોળું અને દુર્ગંધયુક્ત તેમજ મચ્છરોના અસહ્ય ઉપદ્રવ વચ્ચે પણ જવાબદાર પાલીકા તંત્ર કે આરોગ્ય તંત્ર કોઈ કાર્યવાહી કરી નથી.‌..

શહેરભરમાં ગંદકી, કચરાના ઢગલા વચ્ચે મચ્છરોના અસહ્ય તથા પિવાના ડહોળ અને દુર્ગંધયુક્ત પાણીથી નાગરિકો બિમાર પડી રહ્યા છે છતાં જવાબદાર વાંકાનેર નગરપાલિકા તંત્ર હમ નહિ સુધરેંગેના સુત્ર સાર્થક કરતાં બાબતે કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. બાબતે થોડા દિવસો પહેલા ચક્રવાત ન્યૂઝ દ્વારા મચ્છરોના ઉપદ્રવ અનુસંધાને અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા છતાં આજ સુધી પાલિકાતંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેની ભરપાઈ આજે વાંકાનેર શહેરના નાગરિકો કરી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી રહી છે છતાં જવાબદાર તંત્ર બાબતે કોઈ ગંભીરતા દાખવી નથી….

વાંકાનેર વિસ્તારમાં ફેલાયેલી આ ગંભીર બીમારીઓના પગલે વાંકાનેર સરકારી હોસ્પિટલના ઓપીડી સેન્ટર પર દર્દીઓની લાંબી લાઈનો અને તેમાં પણ આટલા બધા દર્દીઓ વચ્ચે એકમાત્ર ડોક્ટરથી સારવાર કરવામાં આવે છે. બાબતે વાંકાનેર સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર પણ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે ? હાલ કોરોના મહામારીના સમયમાં પણ જવાબદાર તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે તકેદારીના કોઈ પગલાં લેવાતા નથી અને અધુરામાં પુરૂ કોરોના દર્દીઓની ખરી સંખ્યા પણ છૂપાવવામાં આવે છે.

આરોગ્ય તંત્ર દ્વારા માત્ર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા જાહેર કરવામાં આવે છે. તંત્ર દ્વારા હોમ ક્વોરન્ટાઈન, સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દાખલ દર્દીઓની ખરો આંકડો જાહેર કરવામાં આવે તો આ આંક બહું મોટો બની શકે તેમ છે. કોરોના મહામારીના સમયમાં પણ જવાબદાર તંત્ર દ્વારા શહેરમાં મચ્છરોના અસહ્ય ઉપદ્રવ અને ડહોળા-દુર્ગંધયુક્ત પાણી બાબતે ગંભીરતા કેમ લેવામાં આવતી નથી ?

બાબતે જવાબદાર તંત્રના અધિકારી-કર્મચારીઓએ પોતાના પગાર અને મળતા લાભો પર જ ધ્યાન કેન્દ્રિત કરી નાગરિકો જાય ભાડમાં તેવો ઘાટ રચી રહ્યા છે. વાંકાનેર શહેરને આપાતા ડહોળા અને દુર્ગંધયુક્ત પીવાના પાણી બાબતે ઉહાપોહ મચ્યાની અનેક ફરિયાદો ઊઠવા છતાં પણ દસ દિવસથી સ્થિતિ જૈસે થે દેખાઈ રહી છે.

બાબતે દસ દિવસ પહેલા ચક્રવાત ન્યૂઝ દ્વારા વાંકાનેર નગરપાલિકા તંત્રના પાણી પુરવઠાનું કામ સંભાળતા સુપરવાઇઝરનો ટેલિફોન સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘ કેનાલ બંધ કરાતાં પણીનો ડહોળ ઉછાળ્યો હોય, મોટી સંખ્યામાં માછલા મર્યા હોવાથી શહેરને ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી અપાઇ રહ્યું છે જે આગામી દિવસોમાં રાબેતા મુજબ થઇ જશે ‘ ના જવાબના આજે દસ દિવસ બાદ પણ પાણીની સ્થિતિ જૈસે થે છે. જેથી આ મુદ્દે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક પિવાના પાણી અને મચ્છરોના ઉપદ્રવ બાબતે ઘટતા પગલાં ભરી અનૈ દિનપ્રતિદિન વધી રહેલ બિમારીઓ પર લગામ કસવી અનિવાર્ય બની છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!