વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના પંચાસર ગામે આવેલી નદીમાં ધુળેટીના દિવસે નહાવા માટે પડેલા છ વર્ષીય બાળક અને તેના કાકા ડુબી ગયા હતા જેમાં વાંકાનેર સિટી પોલીસની ટીમની હાજરીમાં સ્થળ પર તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરતાં સોમવારે બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો અને ત્યાર બાદ બીજા દિવસે ભારે શોધખોળ બાદ મૃતક બાળકના કાકાનો પણ મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા મુન્નાભાઈ ધામેચાનો છ વર્ષનો દીકરો કિશન પંચાસર ગામની બાજુમાં આવેલ નદીમાં તેના કાકા જીતેન્દ્રભાઇની સાથે નહાવા માટે ગયો હતો. ત્યારે અચાનક કોઈ કારણસર બંને પાણીની અંદર ડૂબી ગયા હતા જે બાદ તરવૈયાઓની મદદથી પાણીમાં બંનેની શોધખોળ કરતા કિશન મુન્નાભાઇ ધામેચા (ઉ.વ. 6) નો મૃતદેહ મળી આવ્યો હતો…

આ સાથે જ ડુબી ગયેલા મૃતકના કાકા જીતેન્દ્ર રામજીભાઇ ધામેચા (ઉ.વ. 25, રહે.પંચાસર તા.વાંકાનેર)ની ભારે શોધખોળ બાદ ગઇકાલે મોડી રાતના સમયે તેમની પણ લાશ મળી આવી હતી. જેથી યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેર સિવિલે લઇ જવાયો હતો…

ધુળેટી જેવા તહેવારના દિવસે જ ગામની નદીમાં નહાવા માટે ગયેલા કાકા-ભત્રીજાના નદીમાં ડૂબી જવાથી મોત નિપજતા વાંકાનેર તાલુકાના નાના એવા પંચાસર ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!