વાંકનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં આવેલ માલધારી ખેડૂત હેમંતભાઈ મેંણદભાઈ ડાંગરની વાડીને દિપડાએ પોતાનું બનાવી લીધું હોય તેવો ઘાટ સર્જાયો છે, જેમાં અવારનવાર દિપડો અહીં આંટાફેરા કરતો દેખાય છે. છેલ્લા પાંચ મહિનામાં દિપડાએ અહીં વાડીમાં બાંધેલા પશુ પર હુમલો કરી ચાર પશુઓનું મારણ કરતા ખેડૂત મુશ્કેલ સ્થિતિમાં મુકાઇ ગયા છે, જેમાં આજે વહેલી સવારે દિપડાએ વાડીએ બાંધેલ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસિકા ગામની સીમમાં આવેલ હેમંતભાઈની વાડીએ આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ખેડૂત વાડીએ પશુઓ લઇને આવ્યા ત્યાં થોડીવારમાં જ દિપાડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિશ કરતા તેઓ દુર ભાગી જતાં, તેમનો બચાવ થયો હતો, પરંતુ દીપડાએ ત્યાં બાંધેલ પશુઓમાંથી એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી,
અત્યાર સુધીમાં ખેડૂતની વાડીમાં દિપડાએ ચાર જેટલાં પશુના મારણ કરતા ખેડૂતને 1,50,000 જેટલી નુકસાની થયેલ છે, જેની સામે તંત્ર દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં આવેલ નથી, જેથી બાબતે સતત ભયનાં ઓથારે જીવતા ખેડૂત પરિવાર દ્વારા અહીં વસવાટ કરતા દિપડાને પાંજરે પુરી વન વિભાગ દ્વારા તેને દુર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU