વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદી પર બનેલ હાઇવે પુલ પરથી ગતરાત્રિના નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આધેડ વયના પુરુષે પુલ પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીના હાઇવે પુલ પરથી ગતરાત્રિના નવ વાગ્યાની આસપાસ અંદાજે 50 વર્ષની ઉંમરના એક અજાણ્યા આધેડે કોઈ અગમ્ય કારણોસર પુલ પરથી નીચે નદીમાં કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવ અનુસંધાને પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!