વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ રેલ્વે બ્રીજ નાલા પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગહાથ જુગાર રમતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના રેલવેબ્રિજ નજીકથી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા સાગર ભુપતભાઇ ધોળકિયા, ભુપત કાનાભાઈ રાતડીયા અને યુનુસ શરીફભાઈ કૈડા નામના યુવાનને રોકડ રકમ રૂ. 12,030 સાથે ઝડપી પાડી ત્રણેય આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!