વાંકાનેરના સરતાનપર ગામ નજીક એક દેવીપૂજક યુવાનનું મોત થયા બાદ બનાવ શંકાસ્પદ જણાતા વતનમાં મૃતદેહ લઈ જવાયા બાદ ફરી મૃતદેહને ઘટનાસ્થળે લાવી પોસ્ટમોર્ટમ કરવાયું છે અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભીખુભાઇ જોરૂભાઇ માથાસુરીયા, (ઉ.વ-28, રહે. હાલ.વીસનાલા પાસે મકનસર ગામની સીમ, મોરબી, મુળ રહે.મદારગઢ, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર)એ પોતાના ઝુપડેથી બહાર ગયેલ હોય અને પાછા નહીં આવતા તેમના પત્ની પાયલબેન અને તેના દીયર દેવાભાઇ દ્રારા શોધખોળ કરતા ભીખુભાઇનો મૃતદેહ વરમોરા સીરામીક સામે પાણીના વોકળાના કાંઠેથી મળી આવ્યો હતો…
બાદમાં પાયલબેન તથા તેમના દિયર દેવાભાઇ મૃતદેહને લઇ તેમના વતન જતા રહેતા પાયલબેનના સસરાએ જણાવેલ કે બનાવ અંગે પોલીસને જાણ કરવી જોઇએ તેમજ ડેડ બોડીનુ પી.એમ કરાવવુ જોઇએ. જેથી પાયલબેન મરણજનારની લાશ બનાવ સ્થળે લાવી પોલીસને જાણ કરતા મૃત્યુનું કારણ જાણવા વાંકાનેર તાલુકા પોલીસે મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને ઊંડાણ પૂર્વક તપાસ માટે વિશેરા પણ લેવડાવ્યા છે.
આ સંજોગોમાં બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો કે પછી કુદરતી મોત થયું છે તે હકીકત વિશેરા રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થાય તેમ હોય વાંકાનેર તાલુકા પીએસઆઇ દ્વારા હાલ અકસ્માતે મૃત્યુ નોંધ દાખલ કરી વિશેષ તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તેની સાથે જ ગઇકાલે વધુ એક મૃતદેહ તાલુકાના ભલગામ નજીકથી મળી આવ્યો હતો જે બનાવમાં મૃતકથી બોથળ પદાર્થના ઘા મારી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA