શિયાળાની કાતીલ ઠંડી વચ્ચે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગામડાઓમાં ચુંટણી માહોલ જોવા મળી રહ્યો છે. સરપંચ-ઉપસરપંચ-સભ્યો માટે ગામે ગામ સભાઓ, મીટીંગોનો દોર ચાલી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાની 83 ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન કચેરી ખાતે ઉમેદવારોની ભીડ જોવા મળે છે. આવતી કાલે જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજ અને કાલ બંને દિવસે કચેરીઓ ખાતે ભારે ભીડ રહેશે…
વાંકાનેર તાલુકાની કુલ 83 ગ્રામ પંચાયતો માટે આગામી દિવસોમાં ચુંટણી યોજાવાની છે ત્યારે ગામડાઓમાં તેની તૈયારીઓ પણ પુર જોશમાં ચાલી રહી છે. આ 83 ગ્રામ પંચાયતોમાંથી હાલ ખેરવા ગ્રામ પંચાયત સમરસ થશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ સાથે જ અન્ય ગામોમાં પણ સમરસ ગ્રામ પંચાયત માટે મથામણો ચાલી રહી છે પરંતુ ખરૂ ચિત્ર તો ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જ જાણવા મળશે…
વાંકાનેર તાલુકાની 83 ગ્રામ પંચાયતો માટે ગઈકાલ સુધીમાં કુલ 85 ઉમેદવારોએ સરપંચ પદ માટે ફોર્મ ભર્યા છે જ્યારે વોર્ડના સભ્ય માટેના 296 ફોર્મ ભરાયા છે. જે જોતા આજે અને કાલના દિવસે વધુમાં વધુ લોકો પોતાની ઉમેદવારી નોંધાવશે તેવો આજની ભીડ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT