ખોટા દસ્તાવેજો બનાવી ICEGATEમાં ઉપયોગ કરી યુવકની કંપની સાથે 71 લાખથી વધુની ઠગાઈ કરાઇ….
વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર બોન્ઝા વિટ્રીફાઈડ પ્રાઈવેટ લિમિટેડ નામની ફેક્ટરી ધરાવતા યુવાન સાથે એક શખ્સે યુવકની કંપનીના કિંમતી દસ્તાવેજોનો યુવકની જાણ બહાર ઉપયોગ કરી, ખોટા દસ્તાવેજો ઉભા કરી ICEGATEમાં રજીસ્ટ્રેશન કરી યુવકની કંપનીના સરકાર તરફથી મળેલ લાયસન્સ કુપન નંગ – 29 જેની કિંમત. રૂ. 71,45,616 મેળવી ઠગાઈ કરી હોવાની વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દેવેન્દ્રભાઈ છગનભાઇ પનારા (ઉ.વ.૩૯, રહે. ગણેશ પેલેસ, અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી)એ આરોપી bonzavitrifiedpltd27@gmail.com વાળુ ખોટી ઈમેલ આઇડી બનાવનાર, વાપરનાર વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તા.૧૧-૦૭-૨૦૨૩ પહેલા ગમે ત્યારે ફરીયાદી બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ નામની ફેકટરી ધરાવતા હોય અને તેઓ વિદેશમાં વિટ્રીફાઇડ ટાઇલ્સનો એકસપોર્ટનો ધંધો કરતા હોય, જેથી એકસપોર્ટના ધંધાને વધુ પ્રોત્સાહન આપવા સારૂ ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એકપોર્ટ કરેલ ધંધાની રકમ આધારીત લાયસન્સ / કુપન મળતા હોય, જે સરકાર તરફથી મળેલ લાયસન્સ / કુપન નંગ-29 જેની કિંમત રૂ. 71,45,616 ની રકમ ફરીયાદીની ફેકટરીના નામે જમા થયેલ હોય,
જે કોઇ અજાણ્યા માણસે ફરીયાદી કે ફરીયાદીની કંપનીની જાણ બહાર ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી કંપનીના ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે ICEGATE માં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના નામનું bonzavitrifiedpltd27@gmail.com વાળુ ખોટુ જી-મેઇલ આઇ.ડી બનાવી તેનો ખરા તરીકે ICEGATEમાં ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના સરકાર તરફથી મળેલ લાયસન્સ / કુપન નંગ-29 કિંમત રૂ. 71,45,616 પોતાના આર્થીક ફાયદા સારૂ મેળવી લઇ ફરીયાદીની કંપની સાથે રૂ. 71,45,616ની ઠગાઇ કરી હોવાથી ભોગ બનનાર દેવેન્દ્રભાઈએ અજાણ્યા આરોપી વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઈપીકો કલમ -૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા આઇ.ટી.એક્ટ સન ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬સી, ૬૬ડી મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf