વાંકાનેર સીટી પોલીસ મથકે હત્યના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતાં આરોપીને મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને એસ.ઓ.જી. પી.આઈ. જે. એમ. આલ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ નાસતા ફરતા આરોપી પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન પોલીસ સ્ટાફના શેખાભાઇ મોરી અને ભાવેશભાઇ મિયાત્રા સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી શીવાભાઇ કાનજીભાઇ ભાટી (ઉ.વ. 32, રહે. વીસીપરા, ધમલપર તા.વાંકાનેર, હાલ રહે. ધરાનગર, જુનાગઢ)ને વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના નાલા પાસેથી ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી એસ.ઓ.જી. ટીમની આ કામગીરીમાં પી.આઈ. જે. એમ. આલ, રસિકભાઇ કડિવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, સંદિપભાઇ માવલાત તથા પ્રિયંકાબેન પૈજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq