વાંકાનેર શહેર નજીકથી પસાર થતી એક ટાવેરા ગાડીમાંથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે 500 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. આ સાથે જ આ બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના ટોલનાકા નજીક પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે ચોટીલા તરફથી આવતી અને મોરબી જતી એક ટાવેરા ગાડીમાં મોટા જથ્થામાં દેશી દારૂની હેરાફેરી થઇ રહી હોય જેના આધારે પોલીસે વઘાસીયા ટોલનાકા નજીક વોચ ગોઠવતા બાતમી વાળી ટાવેરા ગાડી નં. GJ 23 H 1811 પસાર થતા તેને રોકવાનો ઈસારો કરતા કાર ચાલકે ગાડી રિટર્ન વાળી વાંકાનેર તરફ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો જેમાં આ ગાડી વાંકાનેર શહેર નજીક અમરનાથ સોસાયટી પાસે હાઈવે ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત ગ્રસ્ત બની ઉભી રહેતા પોલીસ ટીમે ત્યા પહોંચી તેની તલાશી લેતા તેમાંથી અલગ અલગ દસ બાચકા માંથી 500 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો…
આ બનાવમાં પોલીસ ટીમે સ્થળ પરથી દેશી દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 1.10 લાખના મુદ્દામાલ સાથે કાર ચાલક મયુરભાઈ બાબુભાઈ સારોલા (ઉ.વ. ૧૯) અને સંજયભાઈ ધનજીભાઈ અઘારા(ઉ.વ. ૨૨, રહે. બંને કુંભારા, સુરેન્દ્રનગર)ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe