દેશમાં કોરોના વાઈરસની ચોથી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. અનેક રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના કારણે દેશમાં હવે કોરોનાની ચોથી લહેરને લઈને અટકળો થવા લાગી છે. દેશની રાજધાની દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં કોરોનાના ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે…

દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટમાં ત્રણ ગણો વધારો થઈ ગયો છે. એક અઠવાડિયા પહેલા જ્યાં દિલ્હીમાં કોરોનાના પોઝિટિવિટી રેટ 1 ટકાથી ઓછો હતો, તે છેલ્લા 24 કલાકમાં વધીને 2.7 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં 89 ટકાનો વધારો થવાના સમાચારે ચિંતા વધારી દીધી છે…

છેલ્લા 24 કલાકમાં ટેસ્ટિંગ કરવામાં આવેલા માત્ર 5079 સેમ્પલમાંથી દિલ્હીમાં કોરોનાના 137 નવા કેસ સામે આવ્યા છે. જો કે, આ સ્પષ્ટ નથી કે, શું આ પોઝિટિવિટી રેટ કેસોમાં એકતરફી ઉછાળાનો સંકેત આપે છે. એક્સપર્ટનું માનીએ તો, જ્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં કમી છે, ત્યાં સુધી કોઈ ચિંતાની વાત નથી…

કોરોના વાઈરસના નવા કેસોની વાત કરીએ તો, ગુજરાતથી ડરાવનારા આંકડા સામે આવ્યા છે. અહીં 4 થી 10 એપ્રિલની વચ્ચે કોરોનાના 115 કેસ નોંધાયા છે. જે ગત સપ્તાહની સરખામણીએ 89 ટકા વધારે છે.

દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટમાં વૃદ્ધિ પર ડૉક્ટરોનું કહેવું છે કે, કેસો વધી શકે છે, પરંતુ ત્યાં સુધી ચિંતાનું કોઈ કારણ નથી, જ્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા નથી વધતી. જો કે છેલ્લા એક સપ્તાહમાં એઈમ્સ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની સંખ્યામાં વધારો નથી નોંધાયો. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્તમાનમાં કુલ 9745 બેડ પૈકી માત્ર 47 (0.48%) બેડ પર કોરોનાના દર્દીઓ છે.

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!