વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર શહેર નજીક આવેલ મારૂતિ કંપનીના ગાડીના શોરૂમ પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 48 બોટલ વિદેશી દારૂની કબ્જે કરી હતી. જો કે, આ દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે બુટલેગરને ફરાર દર્શાવી તેની સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર ખાતે આવેલ મારૂતિ શોરૂમ પાછળના વિસ્તારમાં આવેલ આરોપી જુનેદ યાકુબભાઈ મિયાણાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનના ફળિયામાંથી 48 બોટલ મેકડોવેલ નંબર વન વિદેશી દારૂની બોટલ મળી આવી હતી,

જેથી પોલીસે રૂ. 18,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ભળી ન આવતા તેની સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!