વાંકાનેર શહેર પોલીસ દ્વારા અલગ-અલગ ત્રણ સ્થળે વરલી જુગારના દરોડા પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેરના અલગ-અલગ ત્રણ સ્થળે દરોડા પાડયા હતા જેમાં પ્રથમ બનાવમાં શહેરના રામચોક પાસેથી હસન હનીફ કુરેશી (ઉ.વ. 22, રહે. કુંભારપરા મેઈન રોડ, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 10,100 સાથે,

બીજા બનાવમાં શહેરની અમરસિંહજી હાઈસ્કૂલ પાસેથી આરોપી જાવીદ મહમદ કુરેશી (ઉ.વ.28, રહે. સિપાઈ શેરી વાંકાનેર)ને રોકડ રકમ રૂ 700 સાથે અને ત્રીજા બનાવમાં સરકારી હોસ્પિટલ પાસેથી આરોપી રાજેશ રમેશભાઈ વોરા (રહે. આંબેડકરનગર, વાંકાનેર) ને રોકડ રકમ રૂ. 380 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!