ગત વર્ષે 46,000 વૃક્ષારોપણ બાદ આ વર્ષે પણ 28,000 જેટલા વૃક્ષો વાવી પુર્વ પર્યાવરણ મંત્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ….

વાંકાનેરના મહારાણા, પર્યાવરણ પ્રેમી અને દેશના પ્રથમ પર્યાવરણમંત્રી શ્રી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં વાંકાનેર મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ ગત વર્ષે 46,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જે બાદ આ વર્ષે પણ 28,000 જેટલાં વૃક્ષો વાવી વાંકાનેરના નામદાર મહારાણાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી….

ગત વર્ષે વાંકાનેર રાજ પરિવાર દ્વારા નામદાર મહારાણા શ્રી દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં વૃક્ષારોપણ મહા અભિયાન ચલાવવામાં આવેલ, જેમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાં 46,000 જેટલા વૃક્ષો વાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તે પરંપરાને યથાવત રાખી આ વર્ષે પણ વાંકાનેર રાજ પરિવાર દ્વારા મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ 28,000 જેટલા વૃક્ષો વાવી પૂજ્ય બાપુ સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી હતી‌. આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર શહેર તથા તાલુકાના તમામ કાર્યકર્તાઓ, સંસ્થાઓ, સ્કૂલો અને ફોરેસ્ટ ખાતાએ ભારે જહેમત ઉઠાવી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!