વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળામાં ગઇકાલે પ્રજાસત્તાક દિવસની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદનથી કાર્યક્રમની શરૂઆત બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા બોલાવી દેશભક્તિના રંગ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ થયો હતો…
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ભરતનાટ્યમ નૃત્ય દ્વારા ભારતમાતાની વંદના બાદ ધોરણ 1 થી 8 નાં તમામ બાળકો સંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા. બમબમ બોલે, છમછમ, દેશમેરા, મીટ્ટીમેં , ભાંગડા નૃત્ય, બામ્બુ ડાંસ, લેઝીમ ડાંસ, ગરબા, આ મારું ગુજરાત , રાજસ્થાની નૃત્ય, વાગ્યો રે ઢોલ, મેડ-ઇન ઇન્ડિયા, વેશભૂષા, રીમીક્સ ડાંસ વગેરે જેવી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતી-હિન્દી-સંસ્કૃત-અંગ્રેજી ભાષામાં બાળકોએ વક્તવ્યો આપ્યા હતા. માટીની તાવડીમાં રાષ્ટ્રીય પ્રતીકો દર્શાવતી એક વિશેષ કૃતિ રજૂ કરવામાં આવી હતી. બાળકોએ પોતાનાં વિવિધ કૌશલ્ય બતાવતા લાઠી દાવા, ડમબેસ-લેઝીમ તેમજ પરંપરાગત બેસણી નૃત્ય રજૂ કર્યા હતા…
આ તકે બાળકોને બિરદાવવા માટે રાતીદેવળી ગામના સરપંચ શ્રી કડીવાર વલીમામદભાઈ, ઉપસરપંચ શ્રી ઝાલા શૈલેન્દ્રસિંહ, વોરા બળવંતભાઈ, ઝાલા મહાવીરસિંહ , માથકિયા ઈબ્રાહીમભાઈ, કડીવાર મામદભાઈ , ભોરણીયા હુસેનભાઈ, સાકરિયા પ્રવિણભાઈ, ઝાલા વનરાજસિંહ, માથકિયા અસરફભાઈ, હેરંજા સલીમભાઈ, વોરા દિનેશભાઈ, માથકિયા મુન્નાભાઈ, ભોરણીયા તૈયાબભાઈ, લીલાબેન પ્રવીણભાઈ તેમજ એસ.એમ.સી. અધ્યક્ષ પઠાણ ઈરફાનભાઈ અને એસ.એમ.સી. સભ્યોએ રોકડ ધનરાશિ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય રજીયાબેન હેરંજા અને તમામ શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને તમામ સ્ટાફ દ્વારા બાળકોને રોકડ રાશિ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. પાયલબેન ભટ્ટ અને આભારવિધિ શિક્ષક શ્રી રોહિતભાઈ બરાસરા દ્વારા કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1