ઘણાં લાંબા વિરામ બાદ વાંકાનેર વિસ્તારમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કર છે જેમાં વાંકાનેર શહેરની આજુબાજુના વિસ્તારમાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ વરસાદથી અમીકૃપા વરસાવી હતી. આ સાથે જ વાંકાનેરના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો નહિવત હોવાના સમાચાર મળી રહ્યા છે…
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા બાદ આજે સાંજના ચાર વાગ્યાની આસપાસ અચાનક મેઘરાજા વાંકાનેર શહેર તરફ મહેરબાન બની ત્રાટક્યા હતા અને માત્ર બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે વાંકાનેર શહેરમાં પડેલ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં જેને નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી હતી….
આ સાથે જ સમગ્ર મોરબી જિલ્લામાં આજે નોંધાયેલા વરસાદના આંકડાઓ જોઈએ તો વાંકાનેર શહેરમાં 46 મીમી, ટંકારામાં 12 મીમી, માળિયામાં 13 મીમી અને મોરબીમાં માત્ર 02 મિમી વરસાદ નોંધાયો છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN