ગઇકાલના રોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં વાંકાનેર તાલુકાની મહીકા સીટ પર કોંગ્રેસના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા વિવિધ મુદ્દે દસ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેના પર ચર્ચા કરવામાં આવી હતી. નવઘણભાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોમાં ૧). મોરબી જીલ્લામાં હાલ કોરોનાના કેટલા કેશ પોઝીટીવ નોધાયેલ છે અને તેમા કેટલા દર્દીઓ સાજા થયા, હાલ કેટલા સારવાર હેઠળ અને કેટલા દર્દી મૃત્યુ થયા છે,


૨) આરોગ્ય વિભાગે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાના બાળકો માટે કોરોના તપાસ અથવાટે સ્ટીંગ રીપોર્ટ માટે કોઈ સુવિધા કરેલ છે કે કેમ ?, ૩) મોરબી જીલ્લાની આંગણવાડીઓમાં કેટલા ઓરડાની ઘટ છે અને ઘટ છે તો હાલ એ બાળકોને શું વ્યવસ્થા આપવામાં આવી રહી છે તથા ઘટતા ઓરડા બાબતે શું આયોજન છે ?, ૪) મોરબી જીલ્લામાં પશુપાલ માટે આવતા રોગો માટે રસીકરણ થાય છે કે કેમ અને થાય છે તો કેવા પ્રકારના રોગો માટે થાય છે ? તથા વાંકાનેર તાલુકામાં પશુપાલકો ખેતી અને વ્યવસાય સાથે જોડાયેલ હોય માટે પશુપાલન વિભાગ દ્વારા જુદા જુદા કેમ્પ કરવામાં આવે છે કે કેમ ?,

૫) મોરબી જીલ્લામાં ખેડુતોની જમીનની ચકાસણી અથવા પૃથક્કરણ કરવા માટે કેટલી અરજીઓ આવી છે અને કેટલા ખેડુતોની જમીનનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે, ૬) મોરબી જીલ્લામાં જમીન ચકાસણી કરવા માટે કેટલી જગ્યાએ લેબોરેટરી આવેલ છે ? ખેતીવાડી ખાતા દ્વારા કોઈ તાલુકામાં લેબોરેટરી સુવિધા કરવા માંગો છો કેમ ?, ૭) મોરબી જીલ્લા પંચાયતમાં માર્ગ અને મકાન વિભાગમાં ચાલુ વર્ષમાં કોન્ટ્રાકટરો અથવા કેટલી એજન્સીઓ હાલ કાર્યરત છે અને એજન્સીઓ એ નબળા કામો કરવામાં આપના ધ્યાનમાં આવેલ છે કે કેમ અને આવી કેટલી એજન્સી ઉપર પગલા લીધા છે ?,

૮) મોરબી જીલ્લા પંચાયત માટે વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ના આવનાર બજેટમાં ગરીબ લોકો માટે આરોગ્યની ગંભીર બિમારીઓ જેવી કે કેન્સર તથા કીડની તથા થેલેસેમીયા જેવા કે ગંભીર રોગો માટે સારવાર માટે સહાયનો વધારો કરવા માંગો છો ?, ૯) મોરબી જીલ્લા પંચાયત હસ્તક કેટલી ગ્રામ પંચાયત આવેલી છે. હવે કેટલા તલાટી મંત્રીની જગ્યા ભરેલ છે અને કેટલા તલાટી મંત્રીની ઘટ છે બાબતે કોઈ આયોજન છે., અને

૧૦) મોરબી જીલ્લા પંચાયતના નવા બજેટમાં રાહભંડોળમાંથી વિકાસના કામો પૈકીના જાહેર સ્થળ ઉપર કે હોસ્પીટલ તથા શાળા તથા ગામના જાપે અથવા જાહેર સ્થળમાં લોકોને બેસવા માટે બાંકડાની મંજુરી આપવા માંગો છો ? સહિતના પ્રશ્નો નવઘણભાઈ મેઘાણી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W