પ્રથમ ફરિયાદ નોંધાયાના ૨૪ કલાક બાદ મહત્વની એવી આઈપીસી કલમ ૩૦૭ નો ઉમેરો થયો, હજુ પણ પોલીસ તપાસ શરૂ…

બે દિવસ પુર્વે વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર જાકીર બ્લોચ અને સાહેદો પર નવ શખ્સોએ સમાધાનના બહાને બોલાવી હુમલો કરાયાના બનાવમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયાના ૨૪ કલાક બાદ મહત્વની એવી આઈપીસી કલમ ૩૦૭, હત્યાની કોશિશનો ઉમેરો કરવામાં આવ્યો છે….

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પહેલા વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર જાકીરભાઈ બ્લોચ, સાહેદ સબિરભાઈ બ્લોચ અને ગફારભાઈ હાસમભાઈ કાબરા સાથે નવા બસ સ્ટેન્ડ પાસે આરોપીઓ સાથે આગાઉ થયેલ બોલાચાલી બાબતે સમાધાન માટે ગયેલ હોય જેમાં આરોપી ૧). વિશાલભાઈ ગાંડુભાઈ ડાભી (ભરવાડ), ૨). કુલદીપભાઈ ગાંડુભાઈ ડાભી, ૩). જયદીપભાઈ ગાંડુભાઈ ડાભી, ૪). ગાંડુભાઈ રવજીભાઈ ડાભી, ૫). મનદીપભાઈ ગાંડુભાઈ ડાભી,

૬). ચંદુભાઈ નાજાભાઈ ભરવાડ, ૭). કાલુ પાણીપુરી વારો, ૮). રોકી અને ૯). કાલુનોભાઈ સોનુંએ લોખંડના પાઈપ અને લોખંડની કુંડલી વાળી લાકડી વડે હુમલો કરતા સાહેદ ગફારભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે સબિરભાઈ અને જાકીરભાઈને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી…

આ બનાવમાં ફરિયાદી જાકીરભાઈ બ્લોચની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે નવ શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૪૦૩, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો જેમાં ઈજાગ્રસ્ત ગફારભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોય અને બે દિવસ બાદ પણ તેઓ હોશમાં ન આવતા અને ગંભીર ઈજાગ્રસ્ત હોવાના કારણે પોલીસ દ્વારા ૨૪ કલાક બાદ ફરિયાદમાં હત્યાની કોશિશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે….

બાબતે તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ બનાવમાં હાલ એફ.એસ.એલ. તપાસ શરૂ હોય અને આરોપીઓ દ્વારા તેમની ગાડીમાંથી રોકડ રકમની લુંટ કરવામાં આવી હોય જેથી આ દિશામાં તપાસ પુરી થયા બાદ આરોપીઓ વિરુદ્ધ લુંટની કલમો પણ ઉમેરાઈ શકે છે…


વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

 

error: Content is protected !!