વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓ ઝડપાયાં….

0

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેરના નવાપરામાં કારખાના પાછળ શેરીમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રોકડ રકમ રૂ. 11,100 સાથે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેરના નવાપરામાં પાયોનીયર કારખાનાની પાછળની શેરીમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ઋત્વિકભાઈ સુરેશભાઈ બાવરીયા (ઉ.વ‌. ૨૧) અને હિતેશભાઈ શિવાભાઈ દેકાવાડિયા (ઉ‌.વ. ૨૬)ને રોકડ રકમ રૂ. 11,100 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf