ફરિયાદીએ સાત વ્યાજખોરો પાસેથી લીધેલ રૂ. 1.04 કરોડના રૂ. 3.09 કરોડ ચુકવવા છતાં કાર તથા જમીનના સોદાખત કરાવી પઠાણી ઉઘરાણી કરતા બાબતે પોલીસ ફરિયાદી નોંધાઇ….
વાંકાનેર ખાતે રહેતા એક યુવાને અલગ અલગ સાત શખ્સો પાસેથી જુદા જુદા સમયે વ્યાજે રૂપિયા લીધા હોય જેની વ્યાજ સહિતની રકમ પરત કરી દીધેલ હોય, તેમ છતા વ્યાજખોરો દ્વારા વધુ રૂપિયા પડાવવા પેનલ્ટી ચડાવી યુવકને વધુ વ્યાજની રકમ માટે દબાણ કરી, ગાળો આપી, ફોનમાં પણ જેમ ફાવે તેમ ગાળો આપી, વ્યાજ નહીં આપે તો યુવકને મૃત્યુ નીપજાવવાના ભયમાં મુકી તેમજ જંગમ તથા સ્થાવર મિલકત બળજબરીથી કઢાવી લેવા સોદાખત કરાવી વધુ વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી ઉઘરાણી કરતા બાબતે ભોગ બનેલ યુવકે સાત શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામના વતની અને હાલ વાંકાનેર શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આરોગ્ય નગર, રાજકોટ રોડ પર રહેતા ગેલાભાઈ ઉર્ફે વિનુભાઈ શીવાભાઈ સાપરા (ઉ.વ. ૪૫)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી ૧). જીતુભા નટવરસિહ ઝાલા (રહે.જેતપરડા), ૨). કૃષ્ણસિંહ મંગળસિંહ ઝાલા ઉર્ફે કાદુ (રહે. વઘાસીયા), ૩). હરેશ લખમણદાસ કટારીયા ઉર્ફે હરૂ (રહે. વાંકાનેર), ૪). ગગજી હમીરભાઇ જોગરાણા (રહે. વીજડીયા), ૫). વિશાલસિંહ રામદેવસિંહ ઝાલા (રહે. જેતપરડા), ૬). નરેન્દ્રસિંહ (રહે. ભાટીયા સોસાયટી), અને ૭). વિનુભા ઉર્ફે વિરેન્દ્રસિંહ નટુભા ઝાલા (રહે. વાંકાનેર) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે,
ગત તા ૦૯-૧૧-૨૦૨૩ ના દિવસે તથા તે અગાઉ સાડા ત્રણ વર્ષથી આજદીન સુધી સાત આરોપીઓએ નાણા ધિરધાર લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ફરીયાદીને દરેક આરોપીઓએ રોકડ રૂપિયા નાણા ધીરી, જેમાં આરોપી 1). જીતુભાએ ફરીયાદીને કુલ રૂ. ૧૭,૦૦,૦૦૦ આપેલ, જેની સામે ફરીયાદીએ રૂ.૪૧,૭૦,૦૦૦ આપી દીધેલ તથા 2). કૃષ્ણસિંહના પાસેથી ફરીયાદીએ રૂ. ૧૭ લાખ લીધેલ જેની સામે ફરીયાદીએ કુલ રૂ. ૫૫,૯૬,૦૦૦ આપી દીધેલ તથા 3). આરોપી હરેશએ ફરીયાદીનેને રૂ. ૨૦ લાખ આપેલ તેની સામે ૬ ચેક તથા સોનાનો ચેન-૧ ચાર તોલાનો કિ. રૂ. ૨ લાખનો તથા ધંધાના નફાની ૯ વિધા જમીન તથા વ્યાજના રૂ. ૧,૨૮,૦૦,૦૦૦ આપેલ તથા 4). આરોપી ગગજીએ ફરીયાદીને કુલ રૂ. ૧૨ લાખ આપેલ જેની સામે ફરીયાદીએ રૂ. ૧૯ લાખ ચુકવી આપેલ તથા 5). આરોપી વિશાલસિંહએ ફરીયાદીને રૂ.૧૬,૫૦,૦૦૦/ આપેલ જેની સામે ફરીયાદીએ રૂ. ૨૭,૬૪,૫૦૦ જેટલી રકમ ચુકવી આપેલ તેમજ 6). આરોપી નરેન્દ્રસિંહનાએ ફરીયાદીને રૂ. ૪ લાખ આપેલ જેની સામે ફરીયાદીએ રૂ. ૫,૫૮,૦૦૦ ચુકવી આપેલ તથા 7). આરોપી વિરેન્દ્રસિંહનાએ ફરીને રૂ. ૧૭,૫૦,૦૦૦ આપેલ જેની સામે ફરીએ જમીન સહિત કુલ રૂ. ૨૯,૬૯,૦૦૦ ચુકવી આપેલ હોય,
તેમ છતા આ તમામ આરોપીઓ અલગ અલગ રીતે ફરીયાદી પાસેથી તેની સહિવાળા કોરા ચેકો તેમજ રકમવાળા ચેકો બળજબરીથી કઢાવી લઇ તથા ફરીયાદીની માલીકીની કારનુ સોદાખત કરાવી લઇ તેમજ ફરીયાદીની માલીકીની જમીનનું પણ સોદાખત કરાવી કરાવી લઇ આજદિન સુધીમાં દરેક આરોપીઓએ ઉપરોક્ત અલગ અલગ રૂપીયાઓ ઉંચા વ્યાજે ફરીયાદીને આપી ૧૦ ટકા સુધીના ઉંચા વ્યાજની રકમ વસુલી લઇ ફરીયાદીએ તે વ્યાજની રકમ ચુકવેલ હોવા છતા તેની પેનલ્ટી ચડાવી ફરીયાદીને વધુ વ્યાજની રકમ માટે દબાણ કરી ગાળો આપી ફોનમાં પણ જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી વ્યાજ નહિ આપે તો ફરીયાદીને મૃત્યુ નિપજાવવાના ભયમાં મુકી
તેમજ તેની જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા સોદાખત કરાવી વધુ વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી ઉઘરાણી કરતા હોવાથી ભોગ બનનાર ગેલાભાઈએ આરોપી વ્યાજખોરો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૮૬,૩૮૭ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ -૨૦૧૧ કલમ ૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV