વાંકાનેર વિસ્તારમાં થયેલ કમોસમી વરસાદ અને બરફના કરા સાથેના વાવાઝોડાના કારણે ઠેરઠેર નુકસાની થયેલ હોય, જે અનુસંધાને આજરોજ વાંકાનેર તાલુકા કોંગ્રેસ અને માર્કેટીંગ યાર્ડના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી નુકસાની અંગે સહાય ચૂકવવા માંગ કરવામાં આવી હતી….

બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકામાં ગઇકાલ તા. 26ના રોજ કમોસમી વરસાદ અને હિમવર્ષા થઈ હોય, જેના કારણે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે નુકશાન થયું છે. જેમાં ખેડૂતોના ઉભાપાકમાં ખુબ મોટી નુકશાની થયેલ છે, જીરાનો પાક સદંતર નિષ્ફળ જવાનો ભય ઉભો થયો છે. ચોમાસા-૨૦૨૩ ના અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે વાંકાનેરના ખેડૂતોને ખરીફ પાકમાં મોટું નુકશાન અગાઉથી જ થઈ ચક્યું છે, ત્યારે ઉપરથી આ કમોસમી વરસાદ અને હિંમવર્ષા વાંકાનેરના ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન બની રહ્યા છે. ઉપરાંત વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હિમવર્ષાના કારણે છાપરા અને પતરાં તૂટી ગયાં છે, તેમા કાણાં પડી ગયા છે.

ઘણી જગ્યાએ દીવાલોમાં અને મકાનોમાં પણ નુકશાન થયું છે. વીજ-બિલ બચાવવા માટે લોકોએ સરકારી યોજનાઓનો લાભ લઈને સોલર પેનલ વસાવી છે, તેમજ સોલર પેનલ વોટર-હીટર વસાવ્યા છે. હિમવર્ષાના કારણે આવી સોલર પેનલો ઘણી જગ્યાએ તૂટી ગઇ છે. જેથી બાબતે તાત્કાલિક ધોરણે વાંકાનેરના ખેડૂતોને થયેલ નુકસાની અંગે સર્વે કરાવીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તથા પશુપાલકોને ઘાસચારા માટે પશુદીઠ યોગ્ય સહાય આપવા અને જેમના મકાનોમાં નુકશાન થયું હોય, પતરા/ છાપરા તુટી ગયા હોય, સોલાર પેનલોને નુકશાની થયેલ હોય તેવા ગરીબ અને આર્થિક રીતે સામાન્ય વર્ગના લોકોને યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે…..

આ તકે કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, યુનુસભાઈ શેરસીયા, જશુભાઈ ગોહીલ, નાથાભાઈ ગોરીયા, અબ્દુલભાઈ બાદી, આબીદભાઈ ગઢવારા, ફાકભાઈ કડીવાર, મુનીરભાઈ પરાસરા, હાસમભાઈ બાંભણીયા, ઉસ્માનભાઈ માથકીયા, ગનીભાઈ પરાસરા, રહીમભાઈ ખોરજીયા, નારણભાઈ કેરવાડીયા, માનસુરભાઈ, રહીમભાઈ શેરસીયા, મોહયુદીનભાઈ ચૌધરી, રફીકભાઈ પરાસરા, હનીફભાઈ શેરસીયા, યાસીનભાઈ માથકીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!