વાંકાનેર બાઊન્ડ્રી નજીક ટ્રાફિક જામમાં ઉભેલા ચોટીલા તાલુકાના જાનીવડલા ગામના ડમ્પર ટ્રક ચાલકેનું પ્રેમ પ્રકરણ મામલે ચાર શખ્સોએ અપહરણ કરી બેફામ માર મારી મોબાઈલ લૂંટી લેતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલા તાલુકાના જાની વડલા ગામે રહેતા ટ્રક ચાલક સવશીભાઇ કાનાભાઇ ઘાંઘળ પોતાનો ડમ્પર ટ્રક લઈને રાજકોટ સર્વિસ માટે જતા હતા હોય, ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકે ટ્રાફિક જામ હોય ટ્રક ઉભો રાખતા તેમના જ ગામના આરોપી ૧). નારણભાઇ બેચરભાઇ તેમજ ૨). નાનુભાઇ કમાભાઇ નામના આરોપીઓ ફરિયાદીના ટ્રકમાં ચડી જઇ માર મારી ફરિયાદી સવશીભાઇનું અપહરણ કરી એરપોર્ટ પોલીસ ચોકીથી આગળ બામણબોર તરફ જવાના રસ્તે લઇ ગયા હતા,

જ્યાં અન્ય કારમાં આરોપી ૩). નાજાભાઇ માત્રાભાઇ અને ૪) વિપુલભાઇ ખીમાભાઇ (રહે. જાની વડલા) આવી ફરિયાદી સવસીભાઇને ચારેય શખ્સોએ પકડી બેફામ માર મારી મોબાઈલ પડાવી લીધો હતો. આ બનાવના કારણમાં ફરિયાદી સવશીભાઇ કાનાભાઇ ઘાંઘળને આરોપી નારણભાઇ બેચરભાઇની બહેન સાથે પ્રેમસંબંધ હોય, જે બાબતે આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરી બેફામ માર મારતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf