વાંકાનેર વિસ્તારમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા હોવાના પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ(ખેત જણસી) વેચવા આવતા ખેડૂતો માટે યાર્ડ દ્વારા ખાસ સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
બાબતે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અબ્દુલભાઈ ચૌધરીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે, આથી દરેક ખેડુતભાઈઓ, દલાલભાઈઓને જાણ ક૨વામાં આવે છે કે માવઠુ (કમોસમી વરસાદ)ની શકયતા હોવાથી ખેડુતભાઈઓએ પોતાનો માલ વાહનમાં તાલપત્રી/કાગળ ઢાંકીને લાવવો. અને શેડમાં જગ્યા હશે ત્યાં સુધી માલ ઉતારવા દેવામાં આવશે. જગ્યા નહી હોય તો વાહન ઉભુ રાખવું પડશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી. ખેડુતભાઈઓએ આ સુચનાનો અમલ નવી જાહેરાત ન થાય ત્યા સુધી કરવાનો રહેશે. આવી જ રીતે જે વેપારીભાઈઓનો માલ ખુલ્લી જગ્યામાં હોય તેને પોતાના ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવાની રહેશે…