વાંકાનેર તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના વર્ષો જૂના પ્રશ્નોના નિરાકરણ બાબતે આજરોજ ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને મોરબી જિલ્લાના રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, વાંકાનેરના સામાજિક તથા રાજકીય આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી…
બાબતે વાંકાનેર તાલુકાના ઢુવા અને ચંદ્રપુર જિલ્લા પંચાયત સીટમાં આવતા અતિ પછાત વિસ્તારના ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે કોઈપણ સગવડ ન હોય, જેથી આ પ્રશ્નના કાયમી ઉકેલ લાવવા ખાસ યોજના બનાવવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યો, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ, માજી પ્રમુખ તથા તાલુકા સંગઠન સભ્યો, વિવિધ ગામોના સરપંચો અને આગેવાનો સાથે રાખીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV