વાંકાનેર વિસ્તારમાં વ્યાજંકવાદનું વિષચક્ર બેફામ, અધધ 10 થી 25 ટકા સુધીના વ્યાજની પઠાણી ઉઘરાણી…
વાંકાનેર શહેરના આરોગ્ય નગર ખાતે રહેતા એક યુવક થોડા દિવસ પહેલા વાંકાનેર સિટી પોલીસમાં અલગ અલગ સાત ઈસમો સામે અંદાજે એકાદ કરોડ રૂપિયા વ્યાજે લીધા હોય, જેના બદલામાં ત્રણ કરોડથી વધુ વ્યાજની ચુકવણી બાદ પણ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી યુવક તથા પરિવારને હેરાનપરેશાન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે બનાવમાં પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો હજુ પણ પોલીસ પકડથી દુર રહ્યા છે….
બાબતે વાંકાનેર વિસ્તારમાં વ્યાજંકવાદનું વિષચક્ર ફરી વળ્યુ હોવાનો ઘાટ સર્જાયો છે, જેમાં બેફામ બનેલા વ્યાજખોરો અધધ 10 થી 25 ટકા સુધીના વ્યાજે નાણાં ધીરધાર કરી બાદમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલ સામાન્ય જરૂરિયાતમંદ વર્ગના નાગરિકોને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાનપરેશાન કરતા હોય છે, જેના કારણે અનેક લોકોએ આપઘાત પણ કર્યા હોવાના બનાવો સામે આવ્યા છે, ત્યારે વાંકાનેરમા વ્યાજંકવાદીઓ દ્વારા લોકોને સામાન્ય રકમ ઉંચા વ્યાજે આપી બાદમાં વ્યાજનું વ્યાજ ચડાવી લોકોને ફસાવી મિલકતો હડપ કરી રહ્યા છે. ત્યારે વાંકાનેર વિસ્તારમાં ફરી વળેલા વ્યાજંકવાદના વિષચક્રને કાબૂમાં લેવા જવાબદાર તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી બહુમત નાગરિકોમાં જન માંગ ઉઠી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV