વિદ્યાર્થીઓ દ્વારા મીઠાઈ, કપડાં, ફટાકડા તથા સુકામેવાની કીટ બનાવની ગરીબ બાળકોમાં વિતરણ કરાઇ…
વાંકાનેર શહેરના વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે દિવાળી તહેવાર નિમિત્તે ગરીબ વિસ્તારોમાં મીઠાઈ, કપડા, પર્યાવરણને નુકસાન ન કરે તેવા ફટાકડા, સુકોમેવો, બિસ્કીટ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, જેમા આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગરીબ બાળકોમાં ઉપરોક્ત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું….
દર વર્ષની માફક આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મીઠાઈ, કપડા, પર્યાવરણને નુકસાન ન કરે એવા ફટાકડા, સુકોમેવો, શિયાળુ ફળ, બિસ્કીટ, ચંપલ સહિતની વસ્તુઓનું ગરીબ બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf