વાંકાનેર તાલુકામાં વિદેશી દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે નડીયાદ-વડોદરા એક્ષપ્રેસ-વે પરથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના અસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ અલસીબી ઈન. પીઆઇ કે. જે.ચૌહાણ અને તેની ટીમ ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યરત હોય ત્યારે પેરોલ ફર્લો સ્કોડના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપી મુકેશ સોહનલાલ યુનીરામજી જયાની (ઉ.વ. ૨૬, રહે. મલસીસર તાલુકો ભાદરા, રાજસ્થાન)ને નડીયાદ-વડોદરા એક્ષપ્રેસ-વે ખાતેથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1