વાંકાનેરની નામાંકિત એવી સ્વરાજ ડેરીના પ્લાન્ટ ખાતે આજરોજ સ્વરાજ બિઝનેશ અવેરનેશ મીટ-23 સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર અને કુવાડવા વિસ્તારમાં સ્વરાજ ડેરીની વિવિધ પ્રોડક્ટનું વેચાણ કરતાં 600 કરતાં વધારે વેપારી મિત્રોને પ્લાન્ટ વિઝીટ, વિવિધ પ્રોડક્ટ વિશે માર્ગદર્શન આપી ડેરીના આગામી વિઝન વિશે માહિતી આપવામાં આવી હતી…
આ તકે કંપનીના એમ.ડી. ઇરફાનભાઈ શેરસીયા, ડિરેક્ટર નેશિફ શેરસીયા, જી.એસ.ટી. ઇન્સ્પેકટર નજરુદ્દીન બાદી સહિત વાંકાનેરના અગ્રણી પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાનભાઈએ પોતાના પ્રવચનમાં લોકોને ભેળસેળ વાળી વસ્તુઓથી બચી અને સંપૂર્ણ ખાત્રી સાથેની સ્વરાજ ડેરીની વિવિધ પ્રોડક્ટ્સ પર વિશ્વાસ મુકવા જણાવ્યું હતું, કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત તમામ મહેમાનોને સ્વરાજની યાદ રૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ગની પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV