વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજે વહેલી સવારે એક અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જેમાં બેદરકારી દાખવી ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતારવા જતાં પડી જવાથી મોરબીના ઘડીયાળ ઉત્પાદક યુવા ઉદ્યોગપતિનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાતે આવેલ સાયન્ટિફિક ક્લોકના માલિક નકુલભાઈ જયેશભાઈ મીસ્ત્રી (ઉ.વ. 35) આજે વહેલી સવારે વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પોતાના પરીવારજનોને મુકવા માટે આવેલ હોય ત્યારે ટ્રેનના એસી કોચમાં સમાન સહિતની વસ્તુઓ મુકવા જતા ટ્રેન ઉપડી જતા તેઓ ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જેથી આ બનાવની પ્રાથમિક તપાસ વાંકાનેર રેલ્વે પોલીસ એએસઆઈ ઇન્દ્રજીતસિંહ ઝાલા ચલાવી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC