એક મહિના કરતાં વધારે સમય બાદ વાંકાનેર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઇ હતી, જેનાથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. ગતમોડી રાત્રીથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે સવારે દસ વાગ્યા સુધીમાં વાંકાનેર વિસ્તારમાં 28 મીમી એટલે એક એક ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે….

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ગત મોડી રાત્રેથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જેમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વાંકાનેર વિસ્તારમાં સરેરાશ 28 મીમી જેટલો વરસાદ કંન્ટ્રોલ રૂમ ખાતે નોંધાયો છે. વાંકાનેર વિસ્તારમાં પડેલા આ સચરાચર વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે, જેનાથી મહદઅંશે ખેડૂતોને પાક માટે પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે. આ સાથે જ પાછોતરા પડેલા આ વરસાદથી ખેડૂતોને પાકમાં નુકશાન પણ‌ થઈ શકે છે, પરંતુ સરેરાશ જોઇએ તો ખેડૂતોને શિયાળું પાક માટે ફાયદો થયો છે.

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!