વાંકાનેર શહેર ખાતે રહેતા એક યુવકે પ્રેમ લગ્ન કરેલ હોય, જે બાબતનો ખાર યુવકને બે શખ્સોએ ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ એક શખ્સે યુવકના રીક્ષાનો કાચ તોડી નુકશાન કરતા બાબતે યુવાને બે શખ્સો સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના મીલપ્લોટ ડબલ ચાલીમાં રહેતા ફરિયાદી અલ્ફાઝભાઈ ઉર્ફે આદિલભાઈ વડાવરીયા (ઉ.વ.૨૩)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી જેનુલભાઈ અનિલભાઈ હાલા તથા નુરમામદભાઈ સલીમભાઇ હાલા (રહે. બંને મીલ સોસાયટી, વાંકાનેર) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૬ના રોજ ફરીયાદીએ આરોપી નુરમામદભાઈની દિકરી સાથે પ્રમલગ્ન કરેલ હોય, જે સારૂ નહી લાગતા આરોપી નુરમામદભાઈએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી જેનુલભાઈએ ધોકા વતી ફરીયાદીની રીક્ષાનો કાચ તોડી નુકશાન કરી તથા આરોપીએ ફરીયાદીને ગાળુ આપી હતી. જેથી આ બનાવમાં પોલીસે બંને આરોપી સામે હથીયાર બંધી જાહેરનામા ભંગ કરવા સબબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!