કોન્ટ્રાક્ટરે વાંકાનેરના પાજ ગામે ટ્રાન્સફોર્મર ફિટ કરવાને નામે એકની જગ્યાએ બે ટીસી મેળવી એકને બારોબાર વેચી નાખ્યું, વિજ ચેકીંગ દરમ્યાન બે વર્ષ પહેલાં થયેલ કૌભાંડ બહાર આવ્યું….
વાંકાનેર પીજીવીસીએલ કચેરીના સ્ટોર રૂમમાંથી એક જ એસ.આર. નંબર ઉપર એક ને બદલે બે વીજ ટ્રાન્સફોર્મર મેળવી વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે 63 કિલો વોટના બે ટ્રાન્સફોર્મર મેળવી એક ટીસીને બારોબાર વેચી વીજ કંપની સાથે છેતરપિંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે બે વર્ષ પૂર્વે કોન્ટ્રાક્ટરે બારોબાર આ ટીસી વેચી નાખ્યાં બાદ સુરેન્દ્રનગરના રાજસીતાપુર નજીક આ ચોરાઉ ટીસીથી વીજચોરી કરવામાં આવતી હોવાનો કિસ્સો બહાર આવતા ટીસી ચોરીનો બનાવ સામે આવ્યો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર નજીક પીજીવીસીએલ કચેરી સુરેન્દ્રનગરના ચેકીંગ દરમિયાન હેવી વિજલાઈનમાં ગેરકાયદેસર રીતે ટીસી મૂકી વીજ ચોરી કરવાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં આ વીજ ટ્રાન્સફોર્મર વાંકાનેર વીજ કચેરીનું હોવાનું બહાર આવતા સુરેન્દ્રનગર વીજ કચેરીએ વાંકાનેર પીજીવીસીએલ કચેરીને સમગ્ર મામલે રિપોર્ટ કરી જવાબ માંગ્યો હતો…
જેથી આ બનાવમાં વાંકાનેર પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર પરેશભાઈ શરદચંદ્ર ધુલિયાએ આ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરતા વીજ કચેરીના નિલેશ કોન્ટ્રાકટર પેઢીના અલ્પેશ જે. મેર નામના કોન્ટ્રાકટર દ્વારા વર્ષ 2021મા વાંકાનેર તાલુકાના પાજ ગામે માથકિયા મહમદ અલાવદી નામના ગ્રાહકની અરજી બાદ 63 કિલોવોટનું વીજ ટ્રાન્સફોર્મર મુકવા માટે સર્વિસ રિકવેસ્ટના આધારે કચેરીમાંથી એકને બદલે બે ટ્રાન્સફોર્મર મેળવી લઈ બાદમાં રૂ. 1,01,295 ની કિંમતનું બીજું વીજ ટ્રાન્સફોર્મર બારોબાર વેંચી નાખી વાંકાનેર વીજ કચેરી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું…
જેથી આ ચકચારી મામલે વાંકાનેર પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર પરેશભાઈ શરદચન્દ્ર ધુલિયાએ નિલેશ કોન્ટ્રાકટર પેઢીના કોન્ટ્રાકટર આરોપી અલ્પેશ જે. મેર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયૂ નોંધાવતા પોલીસે આ બનાવમાં આરોપી સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC