
વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે પેટ્રોલપંપ નજીક રેતમાફિયાઓ રેતીના ઢગલા કરતા હોય, જેથી બાબતે પેટ્રોલપંપના સંચલકે જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરતા આ બાબતનો ખાર રાખી ત્રણ રેત માફિયાઓએ સંચાલક પર હુમલો કરી માર મારી, પગ ભાંગી નાંખ્યા બાદ ભડાકે દેવાની ધમકી આપતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે પેટ્રોલ પંપ ધરાવતા અમીતભાઇ જંયતીલાલ માંકડીયા(રહે. રાજકોટ)ના પેટ્રોલ પંપ પાસે સરકારી ખરાબાની જગ્યામાં આરોપી મનદીપસિંહ ઝાલા-જાંબુડીયા અશ્વમેઘ હોટલ વાળા રેતીના ઢગલા કરી દબાણ કરતા હોવાથી આ બાબતે અમિતભાઈએ મોરબી જિલ્લા કલેકટર તેમજ મુખ્યમંત્રીને અગાઉ ફરિયાદ કરી હોય, જેથી આ બાબતનો ખાર રાખી આરોપી મનદીપસિંહ ઝાલા પોતે બે અજાણ્યા માણસો સાથે ધસી આવી,

ફરિયાદી પર હુમલો કરી ટોયટા ગ્લાન્ઝા કારના કાચ ફોડી નાંખી, બાદમાં આરોપી મનદિપસિંહ સાથે રહેલા બે અજાણ્યા માણસોએ અમિતભાઈને પકડી રાખતા આરોપી મનદીપસિંહે અમિતભાઈના પગના નળામાં લાકડીઓ ઝીકી ફ્રેક્ચર કરી નાંખી માર મારી, ભડાકે દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસમાં ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf